Friday, April 26, 2024
Homeગુજરાત : કોરોનાએ ગુજરાતમાં ત્રીજો ભોગ લીધો ભાવનગરના દર્દીએ દમ તોડ્યો, રાજ્યમાં...
Array

ગુજરાત : કોરોનાએ ગુજરાતમાં ત્રીજો ભોગ લીધો ભાવનગરના દર્દીએ દમ તોડ્યો, રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંક 43

- Advertisement -

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના હવે ગુજરાતને  ભરડો લઈ રહ્યો છે. આજે  ભાવનગર માં કોરોનાના કારણે એકનું મોત થતાં રાજ્યમાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.  જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

19567 હોમ ક્વોરોન્ટાઈન અને 124  પ્રાઈવેટ ક્વોરોન્ટાઈન

ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 19567 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન અને 124 વ્યક્તિઓને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમજ રાજ્યમાં કેટલાક મુસાફરોએ ક્વોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી 147 વ્યક્તિ સામે એફઆઈઆર નોઁધવામાં આવી છે. રાજ્યમાં તમામ લોકોનો સર્વે હાથ ધરાયો છે. જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગમાં સહયોગ લેવાઈ રહ્યો છે. આની માહિતી Techo એપ દ્વારા IDSP મેળવાય રહી છે, જેના દ્વારા અન્ય કોઈ વ્યક્તિ જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લેવાઈ રહ્યા છે. અત્યાર સુધી 2,07,91,428 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓમાં પ્રવાસની વિગતો સામે આવી છે. જે પૈકી 23698 વ્યક્તિઓએ ઈન્ટરસ્ટે અને 5803 વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કરેલ 86 વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેલ્પલાઈન 104 પર વ્યક્તિઓ મદદ માંગી અને માહિતી મેળવી હતી. અત્યાર સુધી 15 હજારથી વધારે કોલ આવ્યા હતા અને પોતાના લક્ષણોની વિગતો આપે તો તેમને નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી રાસવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી 298 લોકોને સારવાર આપવામાં આવી છે.

અમદાવાદ -15
વડોદરા -7
સુરત -7
ગાંધીનગર -6
કચ્છ -1
રાજકોટ -4
ભાવનગર -1

રાજ્યના 4 મોટા શહેરોમાં હોસ્પિટલ

રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન સાધનો સાથેની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1583 આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ સિવાય વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થાની કામગીરી પ્રગતિમાં છે. સરકારી હોસ્પિટલમાં 609 વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 1500 વેન્ટિલેટર છે.

14 એપ્રિલ સુધી લોકડાઉન

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું હતું. તેને લઈને આવતી 14 એપ્રિલ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, ફેક્ટરીઓ, નાણાંકીય સંસ્થાઓ, વર્કશોપ, ગોડાઉન આ સમય દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.

આ સેવાઓ ચાલુ રહેશે

જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ
દવાઓ, દવા ઉત્પાદક કંપનીઓ, રિસર્ચ સેન્ટર
ઈન્ટરનેટ, મોબાઈલ સેવાઓ
પાણી, વીજળી સહિતની સેવાઓ
મીડિયા
વીમા કંપની, બેંક, પોસ્ટ, સિક્યુરિટી સેવા
પેટ્રોલ અને ડીઝલ વગેરે સેવાઓ ચાલુ રહેશે

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular