Thursday, April 18, 2024
Homeટોક્યો ઓલિમ્પિક : ઉંમરના અંતિમ પડાવે રમી રહેલા 6 સ્ટાર્સની આ અંતિમ...
Array

ટોક્યો ઓલિમ્પિક : ઉંમરના અંતિમ પડાવે રમી રહેલા 6 સ્ટાર્સની આ અંતિમ ઓલિમ્પિક હોય શકે છે, ટૂર્નામેન્ટ એક વર્ષ માટે સ્થગિત થતા પ્રદર્શન પર અસર દેખાશે

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: જાપાનની રાજધાની ટોક્યોમાં આવતા વર્ષે થનાર ઓલિમ્પિક એ ખેલાડીઓ માટે અંતિમ ટૂર્નામેન્ટ બની શકે છે જે પોતાની ઉંમરના અંતિમ સ્ટેજ પર છે. તેમાં 44 વર્ષીય ટાઇગર વુડ્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય 5 ખેલાડીઓમાં: રોજર ફેડરર (38), સેરેના વિલિયમ્સ (38), અમેરિકન રનર એલિસન ફેલિકસ (34), જસ્ટિન ગેટલીન (38) અને લિન ડેન (36)નો સમાવેશ થાય છે. ઓલિમ્પિક સુધીમાં આ બધાની ઉંમર 1-1 વર્ષ વધી જશે. તેવામાં ઓલિમ્પિકમાં આની અસર તેમના પ્રદર્શન પર થઈ શકે છે.

આ સ્ટાર્સની હોય શકે છે અંતિમ ઓલિમ્પિક

રોજર ફેડરર.

20 વારના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરર આવતા વર્ષે ઓગસ્ટમાં 40 વર્ષના થઈ જશે. તેમણે સ્ટાન વાવરિકા સાથે 2008 બેઇજિંગ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2012 લંડન ઓલિમ્પિકમાં સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

સેરેના વિલિયમ્સ

અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ પણ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 40 વર્ષની થઈ જશે. તે ટૂર્નામેન્ટ તેમના માટે સરળ રહેશે નહીં. આ વર્ષે પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. તે અત્યાર સુધી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં 1 અને ડબલ્સમાં 3 ગોલ્ડ જીતી છે.

ટાઇગર વુડ્સ.

અમેરિકાના ગોલ્ફ સ્ટાર આ વર્ષે ડિસેમ્બરમાં 45 વર્ષના થઈ જશે. તેમણે 15 વાર વર્લ્ડ ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી છે. 2016ની રિયો ગેમ્સ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયા હતા. વાપસી પછી તે ફોર્મ માટે ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં વુડ્સ વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.

એલિસન ફેલિકસ.

અમેરિકાની રનર એલિસન ફેલિકસ ઓલિમ્પિક ઇતિહાસમાં 6 ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા એથલીટ છે. તે 2 વર્ષથી ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહી છે. તે આ વર્ષે નવેમ્બરમાં 35 વર્ષની થઈ જશે.

જસ્ટિન ગેટલી.

અમેરિકાના 38 વર્ષીય રનર જસ્ટિન ગેટલીને આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક પછી નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી. ટૂર્નામેન્ટ સ્થગિત થતા તેમણે નિવૃત્તિને ટાળી છે. આ તેમની ચોથી ટૂર્નામેન્ટ રહેશે.

લિન ડેન.

ચીનના બેડમિન્ટન સ્ટાર લિન ડેન આવતા વર્ષે ઓલોમ્પિક સુધીમાં 37 વર્ષના થઈ જશે. તેમણે બેઇજિંગ 2008 અને લંડન ગેમ્સ 2012માં ગોલ્ડ જીત્યો હતો. તે અત્યાર સુધીમાં 5 વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ પોતાના નામે કરી ચૂક્યા છે. તે હંમેશા વિવાદના કારણે ચર્ચામાં રહે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular