સારા-કાર્તિકના લિપ લોક અને લવમેકિંગ સીન દર્શકોને જોવા નહીં મળે

0
14

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલ 2 વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક અને સારા બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. તેમની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી રહી છે. જો કે આ ફિલ્મમાં પહેલીવાર સારા અલી ખાન બોલ્ડ સીન આપતી પણ જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં કેટલાક સીન દર્શાવાયા છે જેમાં સારા અને કાર્તિક આર્યન લિપ લોક અને ઈંટીમેટ થતા જોવા મળે છે. જો કે આ સીન દર્શકોને જોવા મળશે નહીં.

ફિલ્મ રિલીઝના 3 દિવસ અગાઉ સેન્સર બોર્ડએ ફિલ્મના સીન પર કાતર ફેરવી દીધી છે. જી હાં ફિલ્મમાં દર્શાવાયેલા લોન્ગ લિપ લોક સીનને ટુંકો કરવા ઉપરાંત લવમેકિંગ સીનનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં કેટલાક સીનમાં જ્યાં સારાને બોલ્ડ દેખાડવામા આવી છે તેમાં પણ સુધારો કરવા ઈમ્તિયાઝને જણાવાયું છે.