ટાટા ગ્લોબલ હવે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તરીકે ઓળખાશે

0
8

અમદાવાદ : ટાટા ગ્લોબલ બેવરેજનું નામ બદલીને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ રાખવામાં આવ્યું છે. FMCG ક્ષેત્રને લઈને ટાટા સમૂહની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ટાટા સમૂહની કંપનીઓ TBGL અને ટાટા કેમિકલ્સ લિમિટેડે જણાવ્યું હતું કે ટાટા કેમિકલ્સ લિમિટેડના કન્ઝ્યુમર ઉત્પાદન કારોબારને લઈને બંને કંપનીઓ વચ્ચે જે વ્યવસ્થા પર સહમતી સધાઈ છે તે 7 ફેબ્રુઆરી 2020થી પ્રભાવી થઇ ગઈ છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે ટાટા ગ્લોબલ બેવરેજ લિમિટેડનું નામ બદલાઈને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ થઇ ગયું છે. કંપનીએ કહ્યું હતું કે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ પાસે હવે ટાટા ટી, ટાટા સોલ્ટ જેવું મુખ્ય બ્રાન્ડ હશે જેનો વ્યાપ 20 કરોડથી વધુ ઘરો સુધી છે. ભારતીય FMCG બજાર ઘણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સંજોગોમાં કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટ, ઉત્પાદન અને વિતરણમાં રોકાણ કરીને બજારમાં પોતાની બે મુખ્ય બ્રાન્ડ્સ ચા અને મીઠાં માટે મજબૂત પ્લેટફોર્મ ઉભું કરવા માંગે છે.