Sonyનો 5 કેમેરા વાળો Smartphone આ મહીને થશે લોન્ચ, જાણો તેની ખાસિયત, સ્પેસિફિકેશન્સ

0
6

સ્પેનના બાર્સિલોનામાં આ મહીને યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2020) માં ઘણા નવા સ્માર્ટફોન શોકેસ થવાના છે. Sony પણ આ ઇવેન્ટમાં 24 ફેબ્રુઆરીએ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia 5 Plusથી પડદો ઉઠાવવાની છે.

  • MWC 2020માં નવા સ્માર્ટફોન શોકેસ થવા જઇ રહ્યા છે
  • Sony પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia 5 Plus પરથી પડદો ઉઠાવશે
  • તેમા 5G સપોર્ટની સાથે સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે

કેટલાક દિવસો પહેલા પોપ્યુલર ટિપ્સ્ટર @OnLeaks એ આ ફોનના કેટલાક રેન્ડર ફોટો શેયર કર્યા હતા. આ રેન્ડરના બહાર આવવાને કારણે ફોનની ડિજાઇન વિશે કેટલીક માહિતી મળી શકી છે. હવે હાલમાં જ આવેલી રિપોર્ટમાં ફોનના કેમેરા સ્પેસિફિકેશનની જાણકારી પણ બહાર આવી ગઇ છે.

પાતળા બેઝલ્સની સાથે 6.6 ઇંચની OLED ડિસપ્લે

લીક્ડ રેન્ડર મુજબ આ ફોન રેક્ટેગ્યુલર કેમેરા ડિજાઇનની સાથે આવશે. ફોનમાં 6.6 ઇંચની OLED ડિસપ્લે આપવામાં આવી છે. ફોનના બેઝલ ટૉપ અને બૉટમમાં ઘણા પાતળા છે. ફોન મેટલ ફ્રેમની સાથે આવશે. બેક પેનલ પર મોનોક્રોમ ગ્લાસ ફિનિશ અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

64 મેગાપિક્સલ સાથે પેન્ટા રિયર કેમેરા સેટઅપ

ફોનની સૌથી મોટી ખાસિયત છે તેમા આપવામાં આવેલા પેન્ટા (5) રિયર કેમેરા સેટઅપ. ફોનના ફ્રન્ટમાં બે સ્પીકર આપવામાં આવ્યા છે, જે સ્ટીરિયો સાઉન્ડ આઉટપુટ આપે છે. ફોનમાં આપવામાં આવેલા પેન્ટા કેમેરા સેટઅપમાં 64 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરો મળશે.

હવે વાત કરીએ બાકી કેમેરાની, તો તેમા 12 મેગાપિક્સેલનો સેકન્ડરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સેલનો ટાઇમ ઓફ-ફ્લાઇટ સેન્સર અને OIS સપોર્ટની સાથે એક પેરિસ્કોપ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં એક કેમેરો મળશે.

એન્ડ્રોઇડ ઓએસ અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ

Sony Xperia 5 Plusના અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, તેમા 5G સપોર્ટની સાથે સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવશે. હાલ તો તેમાં કેટલા mAhની બેટરી મળશે તેના વિશે કંઇ જાણી શકાયું નથી, પરંતુ કંપની તેમા ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ આપી શકે છે.