Saturday, April 20, 2024
Homeદાંતની સમસ્યાઓ માટે રામબાણ છે આ ખાસ તેલ, જાણો ઉપયોગની સાચી રીત
Array

દાંતની સમસ્યાઓ માટે રામબાણ છે આ ખાસ તેલ, જાણો ઉપયોગની સાચી રીત

- Advertisement -

નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ તેલ ત્વચાના ચેપને દૂર કરવામાં ઔષધિ સમાન કામ કરે છે. આ તેલ માનસિક તાણને દૂર કરે છે અને મનને શાંત કરે છે. આ તેલના અનેક લાભ થાય છે. જેમાંથી એક છે કે તેની સુગંધથી શાંતિ અનુભવી શકાય છે. આ ઉપરાંત નીલગિરીના તેલથી દાંતની સમસ્યાઓ સહિત અનેક તકલીફો દૂર થાય છે.

1. નીલગિરીના તેલથી માથા પર માલિશ કરવાથી માથાનો દુખાવો, તાણ અને થાક દૂર થાય છે.

2. શરીરના કોઈ ભાગ પર બળતરા થતી હોય તો ત્યાં નીલગિરીનું તેલ લગાવવું જોઈએ.

3. સનબર્નની સમસ્યામાં પણ નીલગિરીનું તેલ ઉપયોગી સાબિત થાય છે.

4. સ્નાયૂના દુખાવાને દૂર કરવામાં પણ નીલગિરીનું તેલ સહાયક છે.

5. નીલગિરીના તેલના ઉપયોગથી દાંતની સમસ્યાઓ છૂમંતર થઈ જાય છે. દાંત, પેઢામાં પાક, દાંતમાં ચેપ, પેઢામાં સોજો હોવા જેવી તકલીફોમાં નીલગિરીનું તેલ ખૂબ ઉપયોગી રહે છે.

6. નીલગિરીનું તેલ વાળને ખરતા અટકાવે છે અને વાળ ચમકદાર રહે છે.

કેવી રીતે કરવો ઉપયોગ

જે જગ્યા પર તકલીફ હોય ત્યાં તેલના 4થી 5 ટીપાં લગાડવા. આ તેલનો ઉપયોગ કરવામાં ખાસ ધ્યાન એ રાખવું કે તેને સીધું જ કાન, નાક કે અન્ય સંવેદનશીલ જગ્યાઓમાં ન નાંખવું. જો ત્વચા પર લગાવવાથી પણ બળતરા થાય તો ત્વચા પર તેનો સીધો ઉપયોગ કરતાં બચવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular