જમ્મુ : ત્રણ માળની ઈમારતમાં આગ લાગતા ધરાશયી, બચાવ કામગીરી શરૂ

0
7

જમ્મુમાં ત્રણ માળના બિલ્ડિંગમાં અચાનક આગ લાગ્યા બાદ તે ધરાશયી થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ બિલ્ડિંગમાં ઘટનાની જાણ થતાં આગ પર કાબૂ મેળવવા ફાયરના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચી ગયા હતા તેમના કહેવા પ્રમાણે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

જમ્મુમાં ગોલેપુલ્લી વિસ્તારમાં તલાબ ટીલ્લોમાં આવેલ એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બે અધિકારી અને એક નાગરિકને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરના અધિકારીએ જણાવ્યા મુજબ સવારના 4.48 કલાકે બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ કરાઈ હતી અને આગ પર કાબૂ મેળવવા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 5.30 કલાકે બિલ્ડિંગ ધરાશયી થઈ ગયું હતું. જો કે આ બિલ્ડિંગમાં કેટલાક લોકો દટાયા છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.