Friday, March 29, 2024
HomeHeroએ રજૂ કર્યું તેનું ઇલેક્ટ્રિક મોપેડ, જાણો ફીચર્સ અને સંભવિત કિંમત
Array

Heroએ રજૂ કર્યું તેનું ઇલેક્ટ્રિક મોપેડ, જાણો ફીચર્સ અને સંભવિત કિંમત

- Advertisement -

દેશની જાણીતી ઓટો કંપની હીરો ઈલેક્ટ્રિકે પોતાના ત્રણ નવા મોડેલ માર્કેટમાં લાવવા માટે તૈયારીઓ કરી લીધી છે. ઓટો એક્સ પો 2020ની તારીખ નજીક આવી રહી છે. જેમાં કંપની 2 નવા બાઈક્સનો ડેમો રજૂ કરવાની છે. જ્યારે કાર નિર્માતા કંપનીઓએ પણ પોતાની નવી કારને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. હીરો ઈલેક્ટ્રિક્સના નવા મોડેલમાં ઈલેક્ટ્રિક સ્કૂટર, ઈલેક્ટ્રિક બાઈક્સનો સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્કૂટરનું ટીઝરની વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં તેમે સ્પષ્ટ કર્યું છે કે, 2020ના ઓટો એક્સપોમાં તેને રજૂ કરવામાં આવશે. હીરો ઈલેક્ટ્રિક્સ બાઈક્સની એક તસવીર લીક થઈ હતી. જેના પરથી કહી શકાય કે,હીરો કંપની પોતાના નવા સ્કૂટરને માર્કેટમાં લાવવા માટે તૈયારીઓ કરી રહી છે. હીરોના આ ઈલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં માત્ર સ્લો સ્કૂટરનું નામ સામિલ છે. ઈલેક્ટ્રિક બાઈક લાઈનઅપમાં આ પ્રથમ મોડેલ છે. રિપોર્ટમાંથી મળતી વિગત અનુસાર એક વખત ચાર્જ કર્યા બાદ આ બાઈક 120 કિમી સુધીની યાત્રા કરી શકે છે. તેની ટોપ સ્પીડ 80 કિમી/કલાક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કિંમતની વાત કરવામાં આવે તો હીરો ઈલેક્ટ્રિકની આ બાઈકની કિંમત રૂ.1.3 લાખથી રૂ.1.5 લાખ સુધીની હોઈ શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપનીનું આ અત્યાર સુધીનું સૌથી પ્રીમિયમ પ્રોડક્ટ છે. આ ઈલેક્ટ્રિક બાઈકની ટક્કર Revolt RV 400 ઈલેક્ટ્રિક બાઈક સાથે થઈ શકે છે. એવા પણ એંધાણ છે કે, આ મોડેલ કંપનીના બાકીના મોડેલ કરતા અલગ અને એડવાન્સ રહેશે. રેન્ડ અને સ્માર્ટફોન ક્નેક્ટિવિટી પણ આપવામાં આવી છે. આગામી સમયમાં શરૂ થનારા ઓટો એક્સપો 2020માં કંપની પોતાના બીજા નવા મોડેલની પણ જાહેરાત કરી શકે છે. આ સાથે કંપની ઓટો શૉમાં બાઈક્સના નવા ફીચર્સ વિશે વાત જાહેર કરી શકે છે. હાલમાં કંપનીએ આ મુદ્દે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular