Friday, April 19, 2024
Homeલોકડાઉન : દિયોદર : લગાતાર છ દિવસથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો...
Array

લોકડાઉન : દિયોદર : લગાતાર છ દિવસથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો…

- Advertisement -
સમગ્ર ભારતમાં કોરોના વાયરસ નો હાહાકાર મચી જવા પામ્યો છે આ વાયરસ  ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વાયરસે  ગુજરાતમાં પણ પગપેસારો કરી દીધો છે ગુજરાતમાં પણ આ વાઈરસના કેસોની સંખ્યા વધતી જાય છે એ ચિંતાની બાબત છે.ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનું સમગ્ર દેશને લોકડાઉન  જાહેર કરી દીધું  છે ગુજરાત સરકારે પણ વિવિધ નિર્ણય આ વાયરસ થી બચવા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
કોરોનાના  કહેર વચ્ચે  હોમગાર્ડના જવાનો રાત દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
 સમગ્ર દેશમાં અને રાજ્યમાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. મોઢે માસ્ક બાંધવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. ત્યારે પોલીસ જવાનો ખડેપગે  સેવા આપી રહ્યા છે ત્યારે દિયોદર માં  80 થી વધુ હોમગાઉડ ના જવાનો પોતાની નિષ્ઠા પૂર્વક  ફરજ  બજાવી રહ્યા છે. દિયોદર માં આ જવાનો પોતાની ફરજ માં કોઈ પણ જાત ની કચાસ રાખતા નથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક  બજાવી રહ્યા છે સેવા ની સાથે અપીલ પણ કરી રહ્યા છે. અને ઘર ની બહાર ન નિકળવવા અપીલ કરી રહ્યા છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular