Friday, April 26, 2024
Homeક્રિકેટ : અફઘાનિસ્તાન સામેની વનડેમાં બોલ ટેમ્પરિંગના કારણે વિન્ડીઝના નિકોલસ પૂરન પર...
Array

ક્રિકેટ : અફઘાનિસ્તાન સામેની વનડેમાં બોલ ટેમ્પરિંગના કારણે વિન્ડીઝના નિકોલસ પૂરન પર ચાર ટી-20નો પ્રતિબંધ

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: વિન્ડીઝના બેટ્સમેન નિકોલસ પૂરન પર ચાર ટી-20 મેચનો પ્રતિબંધ લગાવાયો છે. તેને બોલ ટેમ્પરિંગનો દોષિત માનવામાં આ‌વ્યો. અફઘાનિસ્તાન વિરુદ્ધ લખનૌમાં રમાયેલી વન-ડે મેચમાં પૂરને નખ વડે બોલની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. મેચ રેફરીએ તેને દોષિત માની સજા ફટકારી હતી. આ સાથે પૂરનને પાંચ ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા. પૂરન હવે અફઘાન વિરુદ્ધની 3 ટી-20 મેચ અને ભારત વિરુદ્ધની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં.

પૂરને તમામની માફી માગી
પૂરને કહ્યું હતું કે, હું મારા સાથી ખેલાડીઓ, ફેન્સ અને અફઘાનિસ્તાન ટીમની માફી માગું છું. મેં જે કર્યું તે ખોટું હતું અને હું આઈસીસીએ આપેલી પેનલ્ટી સ્વીકારું છું. હું ખાતરી આપું છું કે, આ ઘટના ફરી ક્યારેય રિપીટ થશે નહીં.

https://twitter.com/windiescricket/status/1194574337644400640

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular