શેરબજારમાં તેજીનો કરંટ: સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ ઉછળી ૪૧૬૦૦ને પાર

0
6

ભારતીય શેરબજારમાં આજે પણ તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે. રિટેઈલ ફુગાવો અને ઐદ્યોગિક ઉત્પાદનના આંકડા જારી થતાં પહેલાં સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૬૦૦ની સપાટી કુદાવી ગયો હતો. સેન્સેક્સની સાથે સાથે નિફટીએ પણ ૧૦૭ પોઈન્ટની આગેકૂચ કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘરેલું રોકાણકારોને ત્રીજા ત્રિ-માસિકના પરિણામ રિટેઈલ ફુગાવો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પર કેન્દ્રીત રહેવાનું અનુમાન છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ૪૦૧ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ૪૧૬૧૭ અને ૧૦૭ પોઈન્ટના ઉછાળા સાથે નિફટી ૧૨૨૧૫ ઉપર કારોબાર કરી રહ્યો છે.

પ્રારંભીક કારોબારમાં ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ પહેલાં સપ્તાહના પ્રારંભીક બે દિવસ દરમિયાન શેરબજારમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. ગઈકાલે સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટની તેજી સાથે ૪૧૨૧૬ અને નિફટક્ષ ૭૬ પોઈન્ટની તેજી સાથે ૧૨૧૦૭ ઉપર બંધ થયો હતો. દિવસભરના કારોબારમાં સેન્સેક્સે ૪૧૪૪૪ના ઉપરી સ્તર અને ૪૧૧૭૯ના નીચલા સ્તરને સ્પર્શ કરી લીધો હતો.