Friday, April 26, 2024
Homeટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ: ૯ સુરક્ષા એજન્સી મેદાનમાં
Array

ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ: ૯ સુરક્ષા એજન્સી મેદાનમાં

- Advertisement -

અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અગાઉ અમેરિકી રાષ્ટ્ર્ર પ્રમુખ અને ફસ્ટ લેડી ગુજરાત આવનાર હતા પરંતુ ગઈકાલે તેમની પુત્રી અને જમાઈ પણ ભારતના પ્રવાસમાં જોડાનાર હોવાની જાહેરાત બાદ નવી તૈયારીઓ શરૂ થઈ છે. અમેરિકી રાષ્ટ્ર્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ-ફસ્ટ લેડી મેલેનિયા તેમની પુત્રી જમાઈની સુરક્ષા માટે ૯ એજન્સીઓ મેદાનમાં આવી છે. જેમાં મુખ્ય રોલ પોલીસ અને અમેરિકી સિક્રેટ એજન્સીનો છે.

આ સિવાય એસપીજી, એનએસજી, ચેતક કમાન્ડો, એટીએસ, આરઆરપી, એસઓજી, આરએએફ, હોમગાર્ડઝ અને ફાયર મળીને કુલ નવ એજન્સી માત્ર અને માત્ર સુરક્ષા પાછળ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ આજ સાંજથી ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેશે અને તમામ ટીમોએ પોતાના મોરચા સંભાળી લીધા છે. સાબરમતી આશ્રમની ટ્રમ્પની મુલાકાતને લઈ આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે.

 

  • મેડિકલ ઈમરજન્સીના કેસમાં શું છે વ્યવસ્થા

 

સ્ટેડિયમની બહાર ૧૦ અને ૨૫ બેડની ઈમરજન્સી હોસ્પિટલમાં વેન્ટીલેટરથી લઈને મલ્ટીપેસ મોનીટર ઈન્જેકટેબલ ઈમરજન્સી મેડીસીન તબિબો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ૧૦ મેડિકલ સ્પા, ૭ મેડિકલ વાન ૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન, ૪ આઈસીયુ, ઓનવીલ જયારે રોડ-શોના રૂટ પર ૨૭ મેડિકલ ટીમ, ૭ એમ્બ્યુલન્સ અને પાકિગમાં ૨૫ મેડિકલ વાન મુકવામાં આવી છે.

 

  • વિવાદ બાદ તાત્કાલિક અભિવાદન સમિતિ

 

અમેરિકી રાષ્ટ્ર્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે થઈ રહેલા ખર્ચ અને જાહેરાતને લઈ વિવાદ સર્જાતા ગઈકાલે રાત્રે યુધ્ધના ધોરણે અભિવાદન સમિતિની રચના કરવામાં આવી. અમદાવાદના મેયર બિજલબેન પટેલની અધ્યક્ષતામાં અભિવાદન સમિતિ રચવામાં આવી જેમાં બે સાંસદ હસમુખ પટેલ અને ડો.કિરીટ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના યોગેશ બૂટા, ત્રણ જુદા જુદા સમાજના અને પક્ષોના લોકોને સમાવવામાં આવ્યા હતા.

 

  • ટ્રમ્પને ટેરર થ્રેડના પરિણામે સીપી અમદાવાદ વિવિધ જાહેરનામા બહાર પાડયા

 

સોમવારે વિશ્ર્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેના આગમન પૂર્વે ગુજરાત રાયની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જુદા જુદા જાહેરનામા બહાર પાડીને ટેરર થ્રેડથી સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યેા છે.
જેમાં ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ, હેન્ડ ગ્લાઈડર, પેરા મોટર, હોટ એરબલૂન, પેરાજમ્પીન માટે પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે. તો મકાન ભાડે આપનારને જાણ કરવી તેની વિગતો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, જવેલર્સની દુકાન, શોપિંગ મોલ, મલ્ટીપ્લેકસ, શોપિંગ સેન્ટર, હોટેલ પર નાઈટવિઝન કેમેરા મુકવા અંગે આદેશ કર્યા છે.

 

  • મોટેરા સ્ટેડિયમ પર હેલિપેડનું ટેસ્ટીંગ

 

આકસ્મિત સંજોગોને પહોંચી વળવા મોટેરા સ્ટેડિયમની વીઆઈપી એન્ટ્રીની બાજુમાં હેલિપેડ બનાવી દેવામાં આવ્યું છે જે આખરી ટેસ્ટિંગ આજ સાંજે કરવામાં આવનાર છે. આ ટેસ્ટિંગમાં હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતારવામાં આવનાર છે.

 

  • પાસ વગર વિજય નહેરાને સ્ટેડિયમાં એન્ટ્રી ન આપી

 

નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સુરક્ષા એટલી ચુસ્ત બનાવવામાં આવી છે. તેનો અનુભવ ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને થયો છે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે નિર્ધારીત કરવામાં આવેલો પાસ ન હોવાથી પીઆઈએ પ્રવેશ આપ્યો ન હતો. ગાડીને સ્ટેડિયમમાં પ્રવેશતી રોકતા થોડુ વાતાવરણ ગરમાયું ત્યારબાદ ૧૦થી ૧૫ મિનિટની રકઝક બાદ જવા દેવાયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular