Friday, April 26, 2024
Homeટ્રમ્પ ભારત પ્રવાસ પર આવે તે પહેલા શિવસેનાએ નિશાન સાધતા કહ્યું કે...
Array

ટ્રમ્પ ભારત પ્રવાસ પર આવે તે પહેલા શિવસેનાએ નિશાન સાધતા કહ્યું કે…

- Advertisement -

ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પર શિવસેનાએ સામનામાં નિશાન સાધતા લખ્યું છે કે ટ્રમ્પ માટે જાજમ પાથરવામાં આવી છે અને તેમણે જ ભારત -અમેરિકાનાં બિઝનેસને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવવાના છે. આ પહેલા જ તેમણે ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી બહાર કાઢી નાંખતા શિવસેનાએ તેની સમીક્ષા કરતાં કહ્યું કે…

  • ટ્રમ્પે ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી બહાર કાઢી મુક્યું
  • શિવસેનાએ સામનામાં ટ્રમ્પના આ નિર્ણયને વખોડી કાઢ્યો
  • ટ્રમ્પને વખોડવાની સાથે પીએમ મોદીને સલાહ આપી દીધી છે

આ યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું

શિવસેનાએ લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મનમોજી સ્વભાવ માટે ઘણીવાર ચર્ચામાં રહ્યાં છે. ભારતના પ્રવાસ પહેલા તેણે અમેરિકાના વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું.

ભારત માટે મોટો આર્થિક ઝટકો કહી શકાય

ટ્રમ્પના આ નિર્ણયને લઈને શિવસેનાએ સામનામાં લખ્યું છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના ખભે બંદુક રાખી અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ સમિતિ (યૂએસટીઆર)એ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી નાંખ્યું છે. આ ભારત માટે મોટો આર્થિક ઝટકો કહી શકાય.

ભારતના વ્યાપારીઓને ટ્રમ્પનો ઝટકો

સામનામાં લખ્યું છે કે વિકાસશીલ દેશ હોવાને કારણે ભારતને આજ સુધી પોતાના ઉત્પાદનો અને નિકાસ માટે અમેરિકા તરફથી ટેક્સમાં મોટી છુટ મળતી હતી. ભારતનાં અમેરિકા સાથેનાં વ્યાપારને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાથી ટેક્સમાં સબ્સિડી મળતા દરવાજા બંધ થવાના કારણે ઘણી વસ્તુઓના નિકાસ માટે ભારતને મોટો ખર્ચ વેઠવો પડશે. ફક્ત અમેરિકા જ નહીં પણ ભારતના તમામ વૈશ્વિક વ્યાપારિયોને આનું દુષ પરિણામ ભોગવવું પડશે.

કેટલાય વિકાસશીલ દેશો પર ટ્રમ્પનો પ્રહાર

સામનામા એમ પણ લખ્યું છે કે વિકાસશીલ દેશોને વિશ્વ વ્યાપાર સંગઠન(ડબ્લ્યુટીઓ) વ્યાપાર વૃદ્ધિ માટે સબસિડી અથવા સહુલત આપે છે. સહુલતો ટ્રમ્પની આંખમાં કણીની જેમ ખૂંચે છે. એટલા માટે ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત કેટલાય દેશોને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢી નાંખ્યાં છે. તેમજ કોઈ પણ રાષ્ટ્રના વડાપ્રધાન બીજા દેશના પ્રવાસે જાય તો સારા સમાચાર આપે છે. વર્ષો પહેલા રાજા મહારાજા બીજી રાજ્યમાં જતા તો મીઠાઈ લઈ જતાં. જોકે ટ્રમ્પે આ પરંપરા તોડી છે. અહીં તેમના આગમનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ટ્રમ્પે મીઠાઈ આપવાની જગ્યાએ વ્યાપારિક ઝટકો આપ્યો છે. ટ્રમ્પે કડવું કારેલું આપ્યું છે

ટ્રમ્પે ગુગલી નાંખી ભારતને ધર્મ સંકટમાં મુક્યું

સામનામાં લખ્યું છે કે દાઓસમાં આયોજિત વિશ્વ આર્થિક પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતનો વૈશ્વિક વ્યાપાર 0.5 ટકાથી વધી ગયો છે. જી -20 નામના શક્તિશાળી દેશોનાં સંગઠનનું સભ્ય છે. હવે તે વિકાસશીલ નહી વિકસીત દેશ છે. ટ્ર્મ્પની આ ગુગલીને લીધે ભારત ધર્મસંકટમાં આવી ગયું છે.

ભારતની 28 ટકા વસ્તી ગરીબ છે

સામનામાં લખ્યું છે તે ભારત અનેક ક્ષેત્રોમાં વિકસિત દેશોની સરખામણીમાં પાછળ છે. જોકે મોદી – ટ્ર્મ્પની સારી મિત્રતા છે તેને જોતા મોદી ટ્રમ્પે મોકલેલા આ કારેલાને મીઠાઈમાં ફેરવી નાંખશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં અમને જરાય વાંધો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular