Friday, March 29, 2024
Homeઅમદાવાદ : નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ બાદ થયેલો કચરાનું વજન જાણી દુઃખાવો થશે
Array

અમદાવાદ : નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ બાદ થયેલો કચરાનું વજન જાણી દુઃખાવો થશે

- Advertisement -

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદના આંગણે ગઇ કાલે વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને ઉમળકાભેર આવકારતો ઐતિહાસિક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્વચ્છ ભારત મિશનને આગળ ધપતુ રાખી કામ કરતા અમદાવાદમાં કચરાનો ઢેર જોવા મળ્યો હતો.

  • મ્યુનિ. કોર્પોરેશને આશરે દસ હજાર સફાઇ કર્મચારીઓને સફાઈ કામે લગાડ્યા હતા
  • સ્ટેડિયમ, પાર્કિંગ પ્લોટમાંથી 250 ટન કચરો ઉપાડવા 50 ગાડી કામે લગાડી હતી
  • કુલ 500 મેટ્રિક ટન કચરો ઉપાડયો હતો

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં યોજાયેલા આ કાર્યક્રમ માણવા સવા લાખથી વધુ જનમેદની ઊમટી હતી. જ્યારે મહાનુભાવોના રોડ શો દરમિયાન એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. આ બંને અવસર વિત્યા બાદ મ્યુનિ. કોર્પોરેશનના આશરે દસ હજાર સફાઇ કર્મચારીએ સફાઇ ઝુંબેશ હાથ ધરી કુલ 500 મેટ્રિક ટન કચરો ઉપાડયો હતો.

તંત્ર દ્વારા હજારથી વધુ સફાઇ કર્મચારીઓને તૈનાત કરાયા

મોટેરા સ્ટેડિયમમાં એકઠી થયેલી જનમેદની માટે તંત્ર દ્વારા પીવાનું પાણી, છાશ અને લસ્સીની વ્યવસ્થા રખાઇ હતી. કાર્યક્રમ દરમિયાન અને બાદમાં સ્ટેડિયમ ચોખ્ખું રાખવા માટે તંત્ર દ્વારા હજારથી વધુ સફાઇ કર્મચારીઓને તૈનાત કરાયા હતા.

પીવાનાં પાણીના પેપર કપ, છાશના ટેટ્રા પેક, લસ્સીના કપ જેવા કચરાનો ઢગલો હતો

આ ઉપરાંત 28 પાર્કિંગ પ્લોટની સફાઇ માટે 500 થી વધુ સફાઇ કર્મચારીઓ કામે લાગ્યા હતા. મોટેરા સ્ટેડિયમ અને પાર્કિંગ પ્લોટમાં મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ કુલ 250 ટન કચરો ઉપાડ્યો હતો, જેમાં પીવાનાં પાણીના પેપર કપ, છાશના ટેટ્રા પેક, લસ્સીના કપ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેડિયમ અને પાર્કિંગ પ્લોટ વિસ્તારમાં 250 ટન કચરો ઉપાડવા 50 ગાડી કામે લગાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular