ખંભાળીયામાં સગીરાના દુષ્કર્મના આરોપીએ કોર્ટમાં જ પોતાના ગળા પર બ્લેડ મારી દીધી

0
7

દ્વારકા જિલ્લાની સગીરાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મ કરવાના કેસમાં જામનગર જિલ્લા જેલમાંથી ખંભાળીયા ખાતેની દેવભુમિ દ્વારકા પોક્સો અદાલતમાં સુનાવણી માટે આવેલા આરોપીએ પોતે ગળા પર બ્લેડ મારી દેતા અફરાતફરી થઈ હતી. આરોપીને જામનગરની જી.જી હોસેપિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

દ્વારકા તાલુકામાં રહેતા માલરાજ ગઢવી નામના યુવાન સામે સગીરાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો કેસ દાખલ છે. પાછલા 1 વર્ષથી તે જામનગર જિલ્લાની જેલમાં હતો. આજે કેસની સુનાવણી માટે તે હાજર થયો હતો. જેમાં જુબાની સહિતની પ્રક્રિયાઓ થઈ હતી. તે દરમિયાન કોર્ટનો સમય પૂરો થતા આરોપીએ બ્લેડ વડે ગળુ કાપી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

ત્યાર બાદ જામનગર પોલીસના સ્ટાફે આરોપીને સમયસર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં જામનગરની સરકારી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.